મોરબી : રંગમંચ લલીતકલા અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત અંતર્ગત તા. 29 જૂનના રોજ ઝાલાવાડ વિભાગ ભાવમિલનની એક દિવસિય કાર્યશાળાનું સુરેન્દ્રનગર ઓમકાર વિધાલય સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત અધ્યક્ષ અભેસિંહજી રાઠોડ, ઉપાધ્યાય રમણીભાઈ ઝાપડિયા, જીતેન્દ્રભાઈ મોદી, મહામંત્રી જયયદીપસિંહજી રાજપૂત, પંકજભાઈ ઝાલા, જગદીશભાઈ જોષી તેમજ અલગ અલગ કલાવિદ્યા શાખા વિભાગના પ્રાંતના કલા સંયોજકોએ ખાસ હાજરી આપી હતી. આ દરમ્યાન ઝાલાવાડ ઝોનમાં આવતા જિલ્લાઓ સુરેન્દ્રનગર, બોટાદ, ભુજ કચ્છ, મોરબીની સંસ્કાર ભારતીના કલા સાધકો જોડાયા હતા. જેમાં પ્રાંતના સંયોજકો દ્વારા અલગ અલગ સેશનો દ્વારા વિવિધ કલાવિદ્યા અંતર્ગત આવતા કાર્યો દાઈત્વની જવાબદારી અને સંસ્થાની કાર્યપધ્ધતિ વિશે પાયાની માહિતીઓ અને સમજ અપાઈ હતી.ત્યારે અંતે રંગમંચ લલિકલા અને સાહિત્યને સમર્પિત રાષ્ટ્રીય વિચારધારાની સંસ્થા સંસ્કાર ભારતી છેવાડાના ગામડાનાં કલાકારો સુધી પહોંચે એવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.આ ભાવમિલન કાર્યશાળા ની સુરેન્દ્રનગર જિલ્લા સમિતિ દ્વારા સુંદર આયોજન વ્યવસ્થા કરવામાં આવેલ ઉપરોક્ત કાર્યશાળામાં મોરબી જીલ્લા સંસ્કાર ભારતી સમિતિના અધ્યક્ષ લોકસાહિત્યકાર અશ્વિન બરાસરા મહામંત્રી પ્રાણજીવનભાઈ પૈજા કોસાધ્યક્ષ મયુરીબેન કોટેચા, તેમજ વિવિધ કલાવિદ્યા શાખાના સંયોજકો ડો. બ્રિજેશભાઈ બરાસરા (સાહિત્ય ) મિતેશભાઈ દવે (કલાધરોહર ) રવિરાજભાઈ પૈજા (લોકકલા ) પરમભાઈ જોલાપરા, નિધિબેન વાગડીયા (મંચિયકલા નૃત્ય ) માધુરીબેન વારેવડીયા (માતૃશક્તિ /મંત્રી) જીજ્ઞાસાબેન બાગા (ગાયન ) સહીત સમિતિના કલા સાધકો જોડાયા હતા.













