Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી : મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટ (હ.તેજલબેન મનોજકુમાર) પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. અત્યાર સુધીના ૪૫ કેમ્પમા કુલ ૧૩૧૧૮ લોકોએ લાભ લીધો છે. તેમજ ૫૯૮૧ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે.

સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૭-૨૦૨૫ શુક્રવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટ (હ. તેજલબેન મનોજકુમાર) પરિવાર ના સહયોગથી કેમ્પ યોજાશે.

જેમા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો.સુદામા, હેમુભાઈ પરમાર,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૪૫ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૧૩૧૧૮ લોકો એ લાભ લીધો હતો તેમજ ૫૯૮૧ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments