Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના હરિપરના પાટિયા નજીક ટ્રેઇલરે બાઈક ઠોકરે ચડાવતા એકનું મોત

મોરબીના હરિપરના પાટિયા નજીક ટ્રેઇલરે બાઈક ઠોકરે ચડાવતા એકનું મોત

મોરબી : મોરબીના ભરતપુર રોડ ઉપર બે દિવસ પૂર્વે ડબલ સવારી બાઈક લઈને જઈ રહેલા પરપ્રાંતીય શ્રમિકને ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ઇજાઓ પહોચી હતી.

મોરબી – ભરતનગર રોડ ઉપર હરિપર કેરાળા ગામના પાટિયા પાસે ગત તા.29ના રોજ બાઈક લઈને જઇ રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની બેટુભાઈ સુરેશભાઈ પારધી અને વીરેન્દ્ર હીરાલાલ સેનના બાઇકને જીજે – 12 – એઝેડ – 0163 નંબરના ટ્રેઇલર ચાલકે પાછળથી ટક્કર મારતા બેટુભાઈ પારઘીનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી વિરેન્દ્રભાઈને ઇજાઓ પહોંચી હોય ટ્રેઇલર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments