Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના આલાપ રોડ પર જીવલેણ ખાડામાં બે દિવસમાં અનેક વાહન ચાલકો ખાબકયા

મોરબીના આલાપ રોડ પર જીવલેણ ખાડામાં બે દિવસમાં અનેક વાહન ચાલકો ખાબકયા

મોરબી : મોરબીના આલાપ રોડ ઉપર જીવલેણ ખાડા મોટી દુર્ઘટના સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા બે દિવસમાં અહીં અનેક વાહનચાલકો પડ્યા હોવાના બનાવ સામે આવ્યા છે.

આ રોડ ઉપર આજે એક મહિલા તેના પુત્રને સ્કૂલેથી તેડીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આ ખાડાના કારણે તેઓ પડ્યા હતા. જો કે સદનસીબે તેઓને કોઈ ગંભીર ઇજા પહોંચી ન હતી. આ મહિલાએ જણાવ્યું કે ગઈકાલે પણ બે બાઈકચાલકો આ ખાડામાં પડ્યા હતા. આ ખાડાની માથે પાણી ભરેલું હોવાથી ખાડા દેખાતા નથી. હવે અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની ? કોઈનો પરિવારનો માળો વિખાશે તો મહાપાલિકા જવાબદારી લેશે ? મહાપાલિકા તાત્કાલિક આ ખાડાનું રીપેરીંગ કામ કરાવે જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments