Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiએક રાષ્ટ્ર એક ચૂંટણીની પીએમની પહેલના સંદર્ભે મોરબીમાં કાલે રવિવારે પ્રબુદ્ધ નાગરિક...

એક રાષ્ટ્ર એક ચૂંટણીની પીએમની પહેલના સંદર્ભે મોરબીમાં કાલે રવિવારે પ્રબુદ્ધ નાગરિક સંમેલન

મોરબી : વિકસિત ભારતના નિર્માણ માટે એક રાષ્ટ્ર એક ચૂંટણીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલને પ્રોત્સાહન આપવાના સતત પ્રયાસોના ભાગરૂપે વિધાનસભા 65-મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાનીમાં લોક જાગૃતિના હેતુથી આવતીકાલ તા. 6 જુલાઈ ને રવિવારના રોજ ઉમા ટાઉનશિપ ધરમપુર રોડ, મોરબી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે જોશીલી જબાન માટે જાણીતા, અભ્યાસુ, યુવાન, પ્રખર વક્તા મહેશભાઈ કસવાલા (પ્રદેશમંત્રી તેમજ સાવરકુંડલા ધારાસભ્ય) ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રહિતમાં મિત્ર મંડળને ખાસ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સમારોહ સંપન્ન થયે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments