મોરબી : મોરબીમાં ધીમેધીમે અષાઢી માહોલ જામી રહ્યો છે. તેથી હમણાંથી દરરોજ સતત વરસાદ પડી રહ્યો છે. જો કે સામાન્ય વરસાદ જ પડતો હોવા છતાં ઠેરઠેર પાણી ભરાયાની ફરિયાદો સામે આવી છે. મોરબીના સામાંકાંઠે સોઓરડી અંદર આવેલ વરિયાનગરમાં રહેતા સુરેશભાઈ ડાંગર, નિશિતભાઈ પ્રજાપતિ, દિનેશભાઇ ઠાકોર, ભરતભાઇ જોશી,રમણિકભાઈ પ્રજાપતિ સહિતના રહીશીએ આજે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજુઆત કરી હતી કે, તેમના વિસ્તાર વરિયાનગરમાં જવા માટેના મુખ્ય માર્ગ ઉપર હાલ વરસાદી પાણીનો ભારે જમાવડો થયો છે. આ મુખ્ય રોડ ઉપર લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. તેમજ અહીંયા વરસાદી પાણીના ભરાવાથી હાલાકી પડતી હોય અને પાણી ભરાવવાથી મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળાનો ભય હોવાથી વહેલીતકે કપચી નાખી યોગ્ય મરમત કરવાની માંગ કરી છે.












