મોરબીના ગૌસેવકે ધાર્મિક લાગણી દુભાઈ તેવું કૃત્ય કરનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
મોરબી : મોરબી શહેરમાં કોમી શાંતિ ડહોળાઈ તેવા પ્રયાસ કરી બે શખ્સોએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે ગાળો લખી બે કોમ વચ્ચે સુલેહ શાંતિનો ભંગ થાય તેવી કૉમેન્ટ કરતા મોરબીના ગૌસેવકે બન્ને શખ્સ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
મોરબીના લીલાપર રોડ ઉપર બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનભાઇ રૂંઝાએ ઇન્સ્ટાગ્રામ આઈડી sp-samir -47 અને s4hidz નામના બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બન્ને અજાણ્યા શખ્સોએ ઈન્સ્ટાગ્રામમાં બે કોમ વચ્ચે સુલેહ શાંતિનો ભંગ થાય અને ધિક્કારની લાગણી ફેલાઇ તેવી કૉમેન્ટ કરી હોય બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધવ્યો હતો. આ ગંભીર બાબતે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ છે.










