મોરબી : શ્રી ખોડલધામ સમિતિના નરેશભાઈ પટેલના આગામી જન્મદિવસની રાજ્યભરમાં ઉજવણી થનાર છે. જેમાં નરેશભાઈ પટેલના 11મી એ જન્મદિવસ નિમિતે મોરબીમાં બે સ્થળે સેવાપ્રવૃત્તિઓ કરાશે. જેમાં શ્રી ખોડલધામ સમિતિ મોરબી જીલ્લા દ્વારા વાત્સલ્ય બાલાશ્રમ બંગાવડી પાટીયાના બાળકોને જરુરી સ્ટેશનરી કિટ આપવામા આવશે તથા મોરબી ખાતે યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ આશ્રમ ના લગભગ 300 જેટલા દિવ્યાંગોને ભોજન આપવામા આવશે












