મોરબી : આજરોજ મોરબી ખાતે ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ છેલ્લા દિવસોમાં તંત્રએ કરેલા કામની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી વિકાસ કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં કચ્છ–મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેકટર ઝવેરી, કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર સોની અને વાળા, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી કે.એસ અમૃતિયા અને જેઠાભાઈ મિયાત્રા, આર&બી હિતેશભાઈ આદ્રોજા ઉપસ્થિત રહ્યા હતા.









