Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી OSEM CBSE સ્કુલ ખાતે જીલ્લા કક્ષાની CBSE STEM DLD ટ્રેનિંગ સંપન્ન

મોરબી OSEM CBSE સ્કુલ ખાતે જીલ્લા કક્ષાની CBSE STEM DLD ટ્રેનિંગ સંપન્ન

મોરબી : મોરબી OSEM CBSE સ્કુલ ખાતે જીલ્લા કક્ષાની CBSE STEM DLD ટ્રેનિંગ યોજાઈ હતી. મોરબી જીલ્લાની વિવિધ CBSE સ્કુલના શિક્ષકો આ ટ્રેનિંગમાં જોડાયા હતા.

શિક્ષણ ક્ષેત્રે આવતા અવનવા પરિવર્તનો ને આધીન CBSE બોર્ડ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો દેશની વિવિધ CBSE સ્કુલ માટે યોજવામાં આવતા હોય છે, ત્યારે મોરબી ની OSEM CBSE સ્કુલ ખાતે મોરબી જીલ્લા ની CBSE સ્કુલ ના શિક્ષકો માટે CBSE STEM DLD ટ્રેનિંગનુ આયોજન મોરબી જીલ્લા CBSE તાલીમ સંયોજક તથા OSEM સ્કુલ ના પ્રિન્સિપાલ દીપા શર્મા મેડમ ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતુ, જેમાં મોરબી જીલ્લા ની વિવિધ CBSE સ્કુલ ના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટ્રેનિંગ માં NEP 2020 મુજબ દૈનિક શિક્ષણ પ્રથાઓમાં STEM ને એકીકૃત કરવા પર કેન્દ્રીત હતુ, ટ્રેનિંગ નું સફળ સંચાલન નિષ્ણાંત ટ્રેનર સુધા શાહ મેડમ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ ટ્રેનિંગ માં વર્ગખંડ માં શિક્ષણની ગુણવતા કઈ રીતે વધારવી, શીખવાની પધ્ધતિમાં નવીનતાને પ્રોત્સાહન આપવુ તેમજ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ સહીતની બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

CBSE બોર્ડ દ્વારા આયોજીત જીલ્લા કક્ષાની ટ્રેનિંગ ના સફળ આયોજન તેમજ ટ્રેનિંગ માં ઉત્સાહભેર ભાગ લેનાર તમામ શિક્ષકોને OSEM CBSE સ્કુલ ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા સહીતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments