Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા 6 પીઆઈની અરસપરસ બદલી

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા 6 પીઆઈની અરસપરસ બદલી

લિવ રિઝર્વમાં રહેલા 3 પીઆઈને પોલીસ મથકોમાં પોસ્ટિંગ અપાયા : મોરબી બી ડિવિઝન, માળિયા, વાંકાનેર તાલુકા, સાયબર ક્રાઇમમાં પીઆઇ બદલાયા

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા 6 પીઆઈની અરસપરસ બદલી કરવામાં આવી છે. જેમાં લિવ રિઝર્વમાં રહેલા 3 પીઆઈને પોલીસ મથકોમાં પોસ્ટિંગ અપાયા છે. આ સાથે મોરબી બી ડિવિઝન, માળિયા, વાંકાનેર તાલુકા, સાયબર ક્રાઇમમાં પીઆઇ બદલાયા છે.

લિવ રિઝર્વમાં રહેલા બી.વી.પટેલને વાંકાનેર
તાલુકા પોલીસ સ્ટેશન, વી.એન.પરમારને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન, કે.કે.દરબારને માળિયા પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. જ્યારે માળિયાના આર.સી.ગોહિલને લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. સાથે વાંકાનેર તાલુકાના વી. ડી.ખરાડીને પણ લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે.

સિટી બી ડિવિઝનના એન.એ.વસાવાને સાયબર ક્રાઈમમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત વી.એન.પરમારને પેરોલ ફર્લો સ્ક્વોડની વધારાની કામગીરીથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે કે.કે.દરબારને સાયબર ક્રાઈમની વધારાની કામગીરીથી મુક્તિ આપવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments