Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅગ્નિશમન શાખા દ્વારા વિવિધ જગ્યાએ ફાયર પ્રિવેન્શનની તાલીમ યોજાઈ

અગ્નિશમન શાખા દ્વારા વિવિધ જગ્યાએ ફાયર પ્રિવેન્શનની તાલીમ યોજાઈ

2 કોલેજોમાં 463 વિદ્યાર્થીઓને અને બે સ્કૂલોમાં 1130 બાળકોમાં અપાઈ ટ્રેનિંગ

મોરબી : મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા તા. 1-7-2025થી તા. 7-7-2025 સુધીમાં 2 કોલેજોમાં 463 વિદ્યાર્થીઓને અને બે સ્કૂલોમાં 1130 બાળકોમાં ફાયર પ્રિવેન્શનની ટ્રેનીંગ આપવામાં આવી.

આ પ્રિવેન્શનના ભાગરૂપે સમાજવાડી, કોમ્પલેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગોનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. અને સાથે ફાયર NOC ન ધરાવતી બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી. અને પ્રિવેન્શનને લગતા સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. તેમજ મોરબી શહેરમાં બે જગ્યાએ આગ લાગવાના બનાવ બનેલ જેમાં મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા ત્વરિત ઘટનાસ્થળ પર પહોંચીને ઈમરજન્સી સેવા આપી.

આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલ લોકોને ફાયર સેફટી વિશે માહિતીગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન માલને બચાવી શકાય. ત્યારે આવી કોઈ દુર્ઘટના થયે મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ 02822 230050 અને 101 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments