Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઝોન-1માં મનપાની ટીમ દ્વારા સફાઈ અને ડોર ટુ ડોર કામગીરીની ચકાસણી

મોરબીના ઝોન-1માં મનપાની ટીમ દ્વારા સફાઈ અને ડોર ટુ ડોર કામગીરીની ચકાસણી

શહેરમાં વિવિધ જગ્યાએ નાલાની સફાઈ કામગીરી પણ હાથ ધરાઈ

મોરબી : મહાનગરપાલિકાની ઓફિસ ટીમ દ્વારા ઝોન નં. 1ની વિઝિટ કરવામાં આવી હતી. જેમાં SWM શાખાની સફાઈ કામગીરી, ડોર ટુ ડોરની કામગીરી તેમજ સફાઈ કામદારની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત પંચાસર રોડ, વાવડી રોડ, લાઇન્સ નગર, રણછોડ નગર ખાતે આવેલ GVP પોઈન્ટની પણ વિઝિટ કરવામાં આવી હતી.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તા.૦૮ થી ૧૪ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા ૫૧ આસામી પાસેથી રૂ. ૨૧૯૦૦/-તથા ગંદકી કરતાં ૧૬ આસામી પાસેથી રૂ. ૨૯૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવનાર ૧ આસામી પાસેથી રૂ. ૧૦૦/-, જાહેરમાં થૂંકનાર ૨ આસામી પાસેથી રૂ. ૨૮૦/- તેમજ ખુલ્લામાં યુરીનેશન કરતાં ૨ આસામી પાસેથી રૂ. ૨૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ગાંધી સોસાયટી, રાધે કૃષ્ણ સ્કૂલ પાસે, સતનામ ગૌશાળા સામે, મહેન્દ્રનગર તેમજ ઇન્દિરા નગર, વાવડી રોડ પાસે મીરા પાર્ક, આસ્વાદ પાન પાસે આવેલ નાલા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments