Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સામાકાંઠે સો-ઓરડી વિસ્તારમાં યુરીનલની સુવિધા ચાલુ કરાઈ

મોરબીમાં સામાકાંઠે સો-ઓરડી વિસ્તારમાં યુરીનલની સુવિધા ચાલુ કરાઈ

મોરબી : મોરબીમાં સામાકાંઠે સો-ઓરડી વિસ્તારમાં જિલ્લા પંચાયત પાસે દુકાનદારો, સ્થાનિક રાજકીય આગેવાનોના આર્થિક સહકાર તથા મોરબી મહાનગરપાલિકાના સહયોગથી જેન્સ માટે યુરીનેલની વ્યવસ્થા કરવામાં આવી છે.

મોરબી શહેર સામાકાઠે સો-ઓરડી વિસ્તારમાં જિલ્લા પંચાયત પાસે ધણા સમયથી જાહેર યુરિન માટેની કોઈ વ્યવસ્થા ન હતી. આ વિસ્તારમાં સ્થાનિક દુકાનદારો જિલ્લા પંચાયત તેમજ કલેકટર ઓફીસો આવેલી છે. ત્યારે અહીં આવતા અરજદારોને જાહેરમાં શૌચાલય માટે તકલીફ પડતી હોય જે અંગે દુકાનદારોએ સ્થાનિક-રાજકીય, આગેવાનોને જાણ કરી હતી. ત્યારે સ્થાનિક-રાજકીય આગેવાનો તેમજ દુકાનદારોના આર્થિક સહીયોગથી યુરીનલ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં મોરબી મહાનગરપાલિકાનો પણ સારો સાથ સહકાર મળ્યો હતો. હાલ જેન્સ માટે યુરીનલની વ્યવસ્થા થતા રાહદારો તેમજ દુકાનદારો રાહત અનુભવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments