Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત ફળી : મોરબી-માળિયા ગ્રામ્ય વિસ્તારમાં 8 નવા પુલના...

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત ફળી : મોરબી-માળિયા ગ્રામ્ય વિસ્તારમાં 8 નવા પુલના કામ માટે જોબ નંબર ફાળવાયા

મોરબી : માળીયા વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમાં સાત તથા મોરબી તાલુકામાં એક મળી મકાન વિભાગ હસ્તક 8 નવા પુલ બનાવવા માટે રૂ.11.00 કરોડના કામના જોબ નંબર ફાળવાયા છે. આ પુલ નવા બનતા હવે વાહનવ્યવહાર સરળ બનશે.

મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા માળીયા તાલુકામાં (1) રાસંગપર- મેઘપર- દેરાળા- મહેન્દ્રગઢ રોડનો એક ભાગ (2) રાસંગપર-મેઘપર-દેરાળા-મહેન્દ્રગઢ નો બીજો ભાગ (3) ખાખરેચી-વેણાસર રોડ (4) માણાબા-સુલતાનપુર-ચીખલી રોડ (6) એસ.એચ.થી ખીરસરા એપ્રોચ રોડ (7) સ્ટેટ હાઇવે થી નાના દહીસરા એપ્રોચ રોડ તથા મોરબી તાલુકાના રવાપર(નદી) થી સાદુળકા રોડ એમ કુલ 8 રોડના હયાત કોઝવે તથા સાંકળ નાળા પર નવા પુલ બનાવવાની કામગીરી માટે રૂ. 11.00 કરોડના જોબ નંબર ફાળવાયા છે. આ રોડ પર બોક્સ કલવર્ટ અને બોક્સ સેલ બનાવાથી વાહન ચાલકોને ખૂબ અનુકૂળતા રહેશે. મંજૂરીથી સંબંધિત ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાયેલી છે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments