Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની આયુષ હોસ્પિટલના ડો. સત્યજીસિંહ જાડેજાએ દર્દીના જટિલ અને ગંભીર રોગોની સફળતાપૂર્વક...

મોરબીની આયુષ હોસ્પિટલના ડો. સત્યજીસિંહ જાડેજાએ દર્દીના જટિલ અને ગંભીર રોગોની સફળતાપૂર્વક સારવાર કરી

મોરબી : મોરબીની આયુષ હોસ્પિટલના ડો. સત્યજીસિંહ જાડેજાએ હૃદય, ફેફસા, કીડની ડેમેજ તેમજ આતરડા માં એક સાથે લાગુ પડેલા જટિલ અને ગંભીર રોગોની સફળતાપૂર્વક સારવાર કરી હતી.

8 જુલાઈ, 2025 મંગળવારના રોજ રાત્રે 78 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં આવ્યા, ત્યારે ડૉ. સત્યજીસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાવ્યું કે એમનું જમણી બાજુનું હૃદય ફેઈલ થયું છે અને જમણી બાજુનું હૃદય પહોળું થયું છે. ફેફસામાં ઇન્ફેકશન ફેલાયેલું છે, ફેફસામાં જતી લોહીની નળીમાં ઊંચું દબાણ છે.હૃદયના ધબકારા અનિયમિત છે. કીડનીને ડેમેજ થયેલું છે.આંતરડામાં સોજો આવેલો છે. આમ આટલા બધા જટિલ રોગો એક સાથે લાગુ પડેલા હોઈ દર્દીની સ્થિતિ ગંભીર હતી. દર્દીએ ભાવુક થઈને ડો. સત્યજીસિંહ જાડેજાને ખુબજ ગંભીર અવાજે વિનંતી કરેલી કે “સાહેબ મને ગમે તેમ કરીને તમારે ઉભી કરવાની છે. મને પણ ખબર છે મારી હાલત ખુબ ગંભીર છે.” અને ડો. સત્યજીસિંહ જાડેજા સાહેબ તેમજ આયુષ હોસ્પિટલની એક અઠવાડિયાની સારવાર સફળ થતા દર્દીને હસતા મોઢે રજા આપતા, દર્દી તેમજ તેમના સગાઓએ ડો. સાહેબ તેમજ આયુષ હોસ્પિટલનો ખુબ આભાર માન્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments