Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં નશાખોર ડમ્પર ચાલકે કન્ટેનરને ઠોકર મારી કારને બે વાર હડફેટે લીધી

મોરબીમાં નશાખોર ડમ્પર ચાલકે કન્ટેનરને ઠોકર મારી કારને બે વાર હડફેટે લીધી

મોરબી : મોરબીમાં દારૂબંધીના નિયમના લીરા ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે. શનાળા પાસે એક પીધેલા ડમ્પર ચાલકે બે વાહનો સાથે અકસ્માત સર્જ્યો છે. જો કે સદનસીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

મોરબીના શનાળા પાસે પુલ ઉતરતા જ પીધેલી હાલતમાં રહેલા જીજે 36 વી 1010 નંબરના ડમ્પર ચાલકે એક કન્ટેનરને ઠોકર મારી હતી. જેમાં કન્ટેનરની ડીઝલની ટાકીમાં નુકસાન થયું હતું. બાદમાં આ ડમ્પર ચાલકે એક ઇનોવા કારને બે વખત ઠોકર મારી હતી. જેમાં ઇનોવા કારમાં પાછળના ભાગે મોટી નુકસાની સર્જાય છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. પણ આ બનાવને પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળા ઉમટી હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments