મોરબી : ABVP મોરબી દ્વારા ઓડિશામાં NSUI ના પ્રમુખ દ્વારા 19 વર્ષની વિદ્યાર્થીની ઉપર થયેલ બળાત્કાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં ઓડીસાની એક વિદ્યાર્થીની પર NSUI ના પ્રમુખ દ્વારા રાત્રીભોજન માં કોલ્ડ્રિંક્સમાં ડ્રગ્સ મેળવી બળાત્કાર કરવામાં આવ્યો. આ ઘટના વિરુદ્ધ સમગ્ર ભારતભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તમામ જિલ્લા કેન્દ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.
આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.












