974 લીટર દેશી દારૂ, 2025 લીટર આથો, 1234 બોટલ અંગ્રેજી દારૂ મળી રૂ.15.80 લાખનો મુદ્દામાલ કબ્જે
મોરબી : વાંકાનેર વિભાગ હેઠળની વાંકાનેર સિટી, વાંકાનેર તાલુકા, હળવદ અને ટંકારા પોલીસની ટીમે પ્રોહીબિશન ડ્રાઇવ યોજીને કુલ ૪૪ કેસો કરી કિ.રૂ-૧૮,૨૦,૪૨૫/-નો મુદામાલ કબજે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાંકાનેર વિભાગના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓને પ્રોહીબીશનના વધુને વધુ કેસો શોધી કાઢવા અંગે તા-૧૮/૦૭/૨૦૨૫ થી ૨૦/૦૭/૨૦૨૫ સુધીની પ્રોહીબીશન કોમ્બીંગ ડ્રાઇવ રાખવામા આવેલ હતી. જે કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન વાંકાનેર વિભાગના તમામ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી તેઓ દ્વારા કુલ -૪૪ જેટલા પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવામા આવેલ છે.વાંકાનેર વિભાગની કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન વાંકાનેર સીટી પો.સ્ટે.-૧૧ કેસો, વાંકાનેર તાલુકા પો.સ્ટે.૧૩ કેસો, ટંકારા પો.સ્ટે.-૦૮ કેસો, હળવદ પો.સ્ટે,૧૨ કેસો મળી પ્રોહીબિશનના કુલ-૪૪ કેસો કરવામાં આવ્યા છે.
વાંકાનેર સીટી પો.સ્ટે દેશી દારૂ લીટર-૭૨૧ કિ.રૂ-૧,૪૪,૨૦૦/- તથા ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૫૯ કિ.રૂ-૭૯,૯૦૦/-, વાંકાનેર તાલુકા પો.સ્ટે દેશી દારૂ લીટર-૧૦૩ કિ.રૂ-૨૦,૬૦૦/- તથા આથો લીટર-૨૦૨૫ કિ.રૂ-૪૪,૭૨૫ તથા ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૧૧૭૪ કિ.રૂ-૧૫,૦૦,૯૦૦/-, ટંકારા પો.સ્ટે દેશી દારૂ લીટર-૫૦ કિ.રૂ-૧૦,૦૦૦/- તથા ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૦૧ કિ.રૂ-૧૦૦/-, હળવદ પો.સ્ટે દેશી દારૂ લીટર-૧૦૦ કિ.રૂ-૨૦,૦૦૦/- મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન વાંકાનેર વિભાગના પોલીસ સ્ટેશનનો દ્વારા પ્રોહીબિશનના કુલ-૪૪ જેટલા સફળ કેસો શોધી કુલ દેશી દારૂ લીટર-૯૭૪ કિ.રૂ-૧,૯૪,૮૦૦/-તથા આથો લીટર-૨૦૨૫ કિ.રૂ-૪૪,૭૨૫ તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨૩૪ કિ.રૂ-૧૫,૮૦,૯૦૦/- મળી કુલ કિ.રૂ-૧૮,૨૦,૪૨૫/- નો મુદામાલ શોધી કાઢવામા સફળતા મળેલ છે.











