બે દિવસ વરસાદ ન આવે તો એસફાલ્ડથી જ મુખ્ય રોડનું રીપેરીંગ કરાશે
મોરબી : મોરબીમાં એક વરસાદે અનેક વિસ્તારોમાં રોડ ફરી બિસ્માર થઈ ગયા છે. જે અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે જે રોડ ઉપર જરૂર જણાશે ત્યાં ફરી ખાડા બુરવાની કામગીરી કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યુ કે ગત વરસાદ બાદ વેટ મિક્સ, એસફાલ્ડ, પેવર બ્લોકથી કામગીરી કરી હતી. પણ હવે એસફાલ્ડની કામગીરી શક્ય નથી. કારણકે તેનો પ્લાન્ટ ચાલુ કરવા માટે બે કે ત્રણ દિવસ વરસાદ વગરના મળવા જોઈએ. જો હજુ બે દિવસ વરસાદ ન આવે તો એસફાલ્ડથી મુખ્ય રતાઓમાં કામ શરૂ કરાશે. વેટમિક્સથી કામગીરી થઈ હતી ત્યાં ખાડા પડયા હોય તો અમારા દ્વારા ફરી કામગીરી કરવામાં આવશે.
વીસીપરા, લાયન્સનગર, રોહિદાસપરા અને આજુબાજુના વિસ્તાર છે. જ્યાં વેટમિક્સથી કામગીરી થઈ હતી. જ્યાં હજુ કામગીરી કરવાનું જણાય છે ત્યાં ફરી કામગીરી કરવામાં આવશે. ઘણી જગ્યાએ ફાઇન મટીરીયલ નાખીને રોલિંગ કરવાથી પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે તેમ છે. ત્યાં તે પ્રકારે કામગીરી કરાશે.










