Monday, April 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમનપામાં ખાસ વેરો ભરવાની અલગ સુવિધા ઉપલબ્ધ, ટેક્સ કલેક્શન કેન્દ્રનો પ્રારંભ, સર્વરના...

મનપામાં ખાસ વેરો ભરવાની અલગ સુવિધા ઉપલબ્ધ, ટેક્સ કલેક્શન કેન્દ્રનો પ્રારંભ, સર્વરના ધાંધિયામાંથી મુક્તિ

બેથી ત્રણ દિવસમાં ક્લસ્ટર ઓફિસે પણ વેરો ભરવાની સુવિધા શરૂ કરાશે

ટૂંક સમયમાં લોકો ઘરે બેઠા વેરો ભરી શકે તે માટે વેબસાઈટ અને એપ્લિકેશન પણ શરૂ કરાશે : મ્યુનિસિપલ કમિશનર

મોરબી : મોરબી મહાપાલિકા કચેરીમાં આજથી ટેક્સ કલેક્શન યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બેથી ત્રણ દિવસમાં ક્લસ્ટર ઓફિસે પણ વેરો ભરવાની સુવિધા શરૂ કરાશે. સાથે ટૂંક સમયમાં લોકો ઘરે બેઠા વેરો ભરી શકે તે માટે વેબસાઈટ અને એપ્લિકેશન પણ શરૂ કરાશે તેવી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આ અંગે જણાવ્યું કે અગાઉ વેરા વસુલાતની કામગીરીમાં સર્વરની સમસ્યા આવતી હતી. હવે આપણી પોતાની સિસ્ટમ હોવાથી આ સમસ્યા નહિ સર્જાય. ઇ-નગરની કામગીરી પૂર્ણ થતાં નવી ટેક્સ સીસ્ટમ અમલમાં મુકવામાં આવી છે.

મહાપાલિકામાં વેરો ભરનાર નાગરિકોને સુવિધા મળે તેના માટે ટેક્સ કલેક્શન યુનિટની સ્થાપના કરવામાં આવી છે. જેમાં સારી સીટીંગ વ્યવસ્થા છે. પીવાના પાણીની વ્યવસ્થા છે. કેશિયરને પણ સારી વ્યવસ્થા મળશે. વેરો ભરવાની સેવા મહાપાલિકાની મુખ્ય કચેરી અને સિટી સિવિક સેન્ટરમાં શરૂ થઈ ગઈ છે. આગામી એક-બે દિવસમાં દરેક ક્લસ્ટરના ટેકસ રિકવરી ઓફિસરોને તાલીમ આપવામાં આવશે. બાદમાં બેથી ત્રણ દિવસ પછી ક્લસ્ટર ઓફિસમાં પણ નાગરિકો વેરો ભરી શકાશે. આ ઉપરાંત ટૂંક સમયમાં એપ્લિકેશન અને સોફ્ટવેર શરૂ કરી નાગરિકો ઘરે બેઠા વેરો ભરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments