વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ 11 જેટલા આશરે 1,02,292ની કિંમતના મોબાઈલ શોધી કાઢી એક સાથે મૂળ માલીકને પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સૂત્ર વાંકાનેર સિટી તેમજ વાંકાનેર તાલુકા પોલીસ એ સાર્થક કર્યું છે. જેમાં 10 હજારથી લઈને 31 હજારની કિંમતના વિવિધ મોબાઈલ મૂળ માલીકને પરત કરવામાં આવ્યા છે.
આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એ.જાડેજા તથા પોલીસ ઇન્સપેક્ટર બી.વી.પટેલ પો.હેડ.કોન્સ. યશપાલસિંહ પરમાર તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. રાણીંગભાઇ ખવડ તથા વીપુલભાઇ પરમાર તથા દર્શીતભાઇ વ્યાસ નાઓ જોડાયેલ હતા.











