Monday, April 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં બે સ્થળેથી વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપાયા, સુરેન્દ્રનગરની મહિલાનું નામ...

વાંકાનેરમાં બે સ્થળેથી વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપાયા, સુરેન્દ્રનગરની મહિલાનું નામ ખુલ્યું

વાંકાનેર : વાંકાનેર શહેર પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં મિલ પ્લોટ ફાટક પાસેથી એક શખ્સને વિદેશી દારૂની 58 બોટલ સાથે તેમજ હસનપર બ્રિજ નજીકથી એક શખ્સને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લઈ વિદેશી દારૂ સપ્લાય કરવામાં સુરેન્દ્રનગરની મહિલાનું નામ ખુલતા કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે મિલપ્લોટ ફાટક પાસે આવેલ સ્વપ્નલોક સોસાયટીમાં કોમન પ્લોટ નજીક રહેતા આરોપી રમેશભાઈ રઘુભાઈ કુકાવાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 58 બોટલ કિંમત રૂપિયા 78,800 કબ્જે કરી આરોપીની પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો સુરેન્દ્રનગરની સકુબેન મુસ્લિમ નામની મહિલા પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. બીજા દરોડામાં પોલીસે હસનપર બ્રિજ નજીક સર્વિસ રોડ પાસેથી આરોપી ચેતન દેવજીભાઈ મકવાણા રહે.સ્વપ્નલોક સોસાયટી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1100 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments