Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલીલાપર મુખ્યમંત્રી આવાસના લાભાર્થીઓને બાકી રકમ 7 દિવસમાં ભરી દેવાની તાકીદ

લીલાપર મુખ્યમંત્રી આવાસના લાભાર્થીઓને બાકી રકમ 7 દિવસમાં ભરી દેવાની તાકીદ

મોરબી : લીલાપર ખાતેના મુખ્યમંત્રી આવાસ યોજનાના 400 આવાસો જેમને લાગ્યા છે તેમાં જેમાં નિયત કરવામાં આવેલા પૈસા જે લાભાર્થીઓને જમા કરાવવાના બાકી છે તેમને 7 દિવસમાં પૈસા ભરપાઈ કરી દેવા મહાપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.

સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના(IHSDP) અન્વયે લીલાપરના સર્વે નંબર ૧૧૧૬ ની જમીનમાં ૪૦૦ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. IHSDP આવાસ યોજનાના ૪૦૦ આવાસો માટે તા. ૩૦-૦૧-૨૦૧૭ ના રોજ કોમ્પ્યૂટર આધારિત ડ્રો કરીને ૪૦૦ લાભાર્થીઓની યાદી આખરી કરવામાં આવી હતી. આખરી થયેલ લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓ દ્વારા આવાસની નિયત થયેલ સંપૂર્ણ રકમ મોરબી મહાનગરપાલિકામાં જમા કરવામાં આવેલ નથી અથવા તો પાર્ટ પેમેન્ટ જમા કરવામાં આવેલ છે તેવા તમામ લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે કે આ નિવિદા પ્રસિદ્ધિ ની તારીખ થી દિન-૭ માં આપની બાકી રહેતી રકમ મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં સંપર્ક કરીને જમા કરાવી આપના આવાસની કબજો સંભાળી લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. તેમ ડેપ્યુટી કમિશનર (પ્રોજેક્ટ)ની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments