પાણી નિકાલની જગ્યા ખુલ્લી કરાવાય : ડીવાયએસપી, 3 પીઆઇ, 4 પીએસઆઈના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી કરાઈ
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા આજે પચીસ વારિયા વિસ્તારમાં વોકળા ઉપર ખડકાયેલા દબાણો સામે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીં બાંધકામો તોડી પાડી પાણી નિકાલની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે.
આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી આ દબાણોને નોટિસો આપવામાં આવી રહી હતી. ત્યારબાદ આજે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીંથી પાણીનું વહેણ હોય, જેથી અહીં ખડકાયેલા દબાણો તોડીને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ડીમોલેશન વખતે એક ડીવાયએસપી, 3 પીઆઇ, 4 પીએસઆઈ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.











