Monday, April 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના અમરસર નજીક જુગાર રમતા બે ઝબ્બે, અન્ય બે ફરાર

વાંકાનેરના અમરસર નજીક જુગાર રમતા બે ઝબ્બે, અન્ય બે ફરાર

વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમરસર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન પોલીસે બે આરોપીને ઝડપી લીધા હતા જ્યારે બે આરોપી નાસી ગયા હતા. જુગાર દરોડામાં પોલીસે એક્ટિવા સહિત 65,460નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પેટ્રોલિંગમાં રહેલી વાંકાનેર સીટી પોલીસ ટીમને અમરસર ગામની સીમમાં પવનચક્કી પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી આરોપી ચેતનભાઇ નાનજીભાઇ ગોહેલ અને અરજણભાઇ રવાભાઇ લામકા નામના શખ્સ તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા જ્યારે આરોપી સુનિલ ઉર્ફે કટ્ટી કાળુભાઇ બાબરીયા અને અકિલ મતવા નામના બે શખ્સ નાસી ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ.25,460 રોકડા કબ્જે કરી 40 હજારનું એક્ટિવા પણ ગુન્હાના કામે કબ્જે લઈ કુલ રૂપિયા 65,460નો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments