Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઉમા ટાઉનશિપ ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગના મહત્વ સાથે શિવ અનુભૂતિ વિશે કાર્યક્રમ...

મોરબીમાં ઉમા ટાઉનશિપ ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગના મહત્વ સાથે શિવ અનુભૂતિ વિશે કાર્યક્રમ સંપન્ન

મોરબી : બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મોરબી દ્વારા આજરોજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોરબીમાં આવેલા ઉમા ટાઉનશિપ, હરદ્વાર-ડી એપાર્ટમેન્ટ ખાતે મોરબીના સૌ ભાવિક ભક્તો તેમજ ગોપી મંડળ માટે દ્વાદશ જ્યોતિર્લિંગના આધ્યાત્મિક રહસ્ય વિશે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ હાજર રહી ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગનું આધ્યાત્મિક રહસ્ય સમજી પરમાત્મા શિવની પૂજા, આરાધનાથી તન-મનને પાવન બનાવવા માટે નિર્ણય કર્યો. ઉપરાંત જેમ ભગવાન શિવ પર આપણે તન-મનથી બલિહાર જાઈએ છીએ એમ આપણી અંદર રહેલા અવગુણને છોડીને ભગવાનને અર્પણ કરવા માટે બધાએ સાથે મળીને શ્રેષ્ઠ સંકલ્પ કર્યો.

આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્થાના બી.કે. જિજ્ઞા દીદી, બી.કે. ડો. જિગીષા દીદી, ઉપરાંત કુમારી જાનવી અને કુમારી હરસિદ્ધિ એ ઉપસ્થિત રહી દ્વાદશ જ્યોતિર્લિંગ અને શિવ અનુભૂતિ કરાવી સર્વે ઉપસ્થિત શ્રોતાઓને શિવમય બનાવી સ્વપરિવર્તન કરવા પ્રેરણા આપી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments