Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બ્રાહ્મલિન સંત કલ્યાણદાસજી મહારાજની ત્રીજી પુણ્યતિથિએ 4 ઓગસ્ટે ધાર્મિક અનુષ્ઠાનો અને...

મોરબીમાં બ્રાહ્મલિન સંત કલ્યાણદાસજી મહારાજની ત્રીજી પુણ્યતિથિએ 4 ઓગસ્ટે ધાર્મિક અનુષ્ઠાનો અને ભંડારાનું આયોજન

મોરબી : મોરબીમાં બ્રાહ્મલિન સંત કલ્યાણદાસજી મહારાજ ઉદાસીન ગુરુ સાંતદાસજી મહારાજ (શ્રી પંચાંયતી ઉદાસીન બડા અખાડા) ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તારીખ 4 ઓગસ્ટના રોજ ઉદાસીન આશ્રમ પીપળી રોડ નેશનલ હાઈવે મોરબી મુકામે ધાર્મિક અનુષ્ઠાનો અને ભંડારા નું આયોજન કરવામાં આવેલ છે

મહંત કલ્યાણદાસજી મહારાજનો આશ્રમ પીપળી નેશનલ હાઈવે ઉપર આવેલ છે છેલ્લા 28 વર્ષથી તેઓ મોરબીમાં આશ્રમમાં બિરાજતા હતા. પૂજ્ય કલ્યાણદાસજી બાપુનો આશ્રમ કોઠારામાં પણ છે. મહંત કલ્યાણદાસજી મહારાજ પરમ યોગી હતા. યોગના તમામ આસનોમાં તેઓ નિપુણતા ધરાવતા હતા તેઓ દ્વારા ભારતની અંદરમાં 40 થી વધુ યોગના શિબીરો યોજવામાં આવેલ સવારે ચારથી સાડા પાંચ સુધી યોગના શિબિર ની અંદર માં હજારો લોકોની સંખ્યા ઉપસ્થિત રહેતી હતી

પૂજ્ય કલ્યાણદાસજી બાપુએ ભારતનું ચાર વખત પદ ભ્રમણ કરેલ હતું. પૂજ્ય મહંતશ્રી દ્વારા મોરબી ની અંદર માં અતિ મહારુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું 11 દિવસ ચાલેલા આ અતિ મહારુદ્ર યજ્ઞમાં લાખો લોકોએ ભાગ લીધો હતો સંપૂર્ણપણે વૈદિક રીતે અતિ મહારૂદ્ર નું પૂજન કરવામાં આવેલ હતું સમગ્ર મોરબી શહેરમાં ખુબજ મોટી સંખ્યા માં સમગ્ર ભારત માંથી સેંકડો સાધુ સંતો પધારેલ હતા જેમની શોભાયાત્રા સમગ્ર મોરબી શહેર માં લોકો ના દર્શનાઅર્થે શાહી સવારી નીકળેલ હતી. આજ સુધી સૌરાષ્ટ્ર માં અંતિમહારૂદ્ર યજ્ઞનું આયોજન ભાગ્યેજ થતું હોઈ છે 11 દિવસ સુધી મોરબી એક ધર્મ નગરી બની ગઈ હતું.

પૂજ્ય કલ્યાણદાસ બાપુ પાસે અનેક રાજકીય મહાનુભાવો સામાજિક આગેવાનો અને વરિષ્ઠ ઉદ્યોગપતિઓ દર્શનાર્થે પધારતા હતા. પૂજ્ય કલ્યાણદાસ બાપુ ના શિષ્ય રત્ન પૂજ્ય શરદ મુની બાપુ હાલ મોરબી આશ્રમમાં બિરાજે છે

પૂજ્ય કલ્યાણદાસ બાપુ ના સેવકો તરફથી અને શ્રી શરદ મુની બાપુ તરફથી મોરબીની જાહેર જનતાને આગાtમી તારીખ 4 ઓગસ્ટે સવારે નવ વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમોમાં પધારવા તથા ભંડારાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments