Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવયુગ કોલેજ દ્વારા મોરબીમાં પ્રથમવાર ભવ્ય સ્પેસ એક્સિબિશન યોજાયું

નવયુગ કોલેજ દ્વારા મોરબીમાં પ્રથમવાર ભવ્ય સ્પેસ એક્સિબિશન યોજાયું

મોરબી : મોરબી શહેરની નામાંકિત નવયુગ કોલેજ દ્વારા શનાળા પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબીમાં પ્રથમવાર તમામ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને અવકાશ અંતરિક્ષનું પધ્ધતિસરનું જ્ઞાન આપવા માટે દ્વિદિવસીય સ્પેસ એક્સિબિશનનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સિબિશનમાં સમગ્ર મોરબી જિલ્લામાં વિવિધ સ્કૂલ અને કોલેજ દ્વારા 50 જેટલી અવકાશને લગતી કૃતિઓ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.

દ્વિદિવસીય સ્પેસ એક્ઝિબિશનમાં ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકો ડૉ. જે. જે. રાવલ, એસ. એલ. ભોરણીયા, એન્જિયનર જયંત પી. જોશી, ઈસરો સાયન્ટીસ્ટ, પ્રો. (ડૉ.) હિતેશ માંડવીયા, દીપેનકુમાર ભટ્ટ, વિનોદ એમ. પટેલ, સાયન્ટીસ્ટ, નીરવ પટેલ સાયન્ટીસ્ટ જેવા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ વૈજ્ઞાનિકોએ યુવાનોને અવકાશીય વિજ્ઞાન પ્રત્યે વધુ રસ રુચિ કેળવે એ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર વિદ્યાર્થીઓને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી. મોરબી શહેરમાં શિક્ષણ ક્ષેત્ર હરહંમેશ કઈક નવું અને ઇનોવેટિવ કરવા માટે તત્પર રહેતા એવા પી. ડી. કાંજીયાની સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમના માર્ગદર્શન અને સૂચિકા હેઠળ આ ભવ્ય કાર્યક્રમે સુંદર મજાનું સ્વરૂપ લીધું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ કોલેજની તમામ ફેકલ્ટી તથા આચાર્ય વોરાએ જેહમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments