Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી

મોરબીમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી

મોરબી : આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોરબીમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન બિરસા મુંડાની છબી સાથે જય જોહરના નારા લગાવતા આદિવાસી પરિવારો બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા તથા ધ્વજ લહેરાવ્યા હતા.

આ શોભાયાત્રા સાથે અમે આદિવાસી હિન્દુ જ છીએ અને ધર્મ સાથે જ છીએ એવો સંદેશ આપ્યો હતો. જ્યારે ધર્મ માટે હિન્દુત્વ માટે જરૂર હશે ત્યારે અમે મસ્તક કપાવવા માટે પણ તૈયાર હતા, તૈયાર છીએ અને ધર્મ પરિવર્તન કરાવનારા, સાથે વિદેશી ષડયંત્રને રોકવા માટે દરેક હિન્દુઓ એક થવું પડશે તથા આદિવાસી સમાજ હિન્દુ ધર્મનો અવિભાજ્ય અંગ છે. એ સંદેશ હિંદુ ભગીરથસિંહ રાઠોડ રાષ્ટ્રીય અધ્યક્ષ (EELS) એ આપ્યો હતો જેઓને આ રેલીમાં વિશેષ અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા.

આ શોભાયાત્રા પંચમુખી હનુમાનજી મહારાજના સાનિધ્યથી ચાલુ થઈ મહારાણા પ્રતાપના પ્રતિમા સ્થાને પહોંચી મહારાણા પ્રતાપજીને હાર પહેરાવી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. તથા મોરબીમાં સાતથી આઠ હજાર આદિવાસી સમાજની વસ્તી હોય ત્યારે હરહંમેશ આ સમાજની સાથે હિન્દુ ભગીરથસિંહ રાઠોડ એક હિન્દુ લીડર તરીકે ઊભા છે એ વિશેષ ચર્ચા પણ રહી હતી. એકતા એજ લક્ષ્ય સંગઠન જે અઢારે વરણનું સંગઠન છે તે હર હંમેશ આદિવાસી સમાજ સાથે છે તથા નવઘણભાઈ આદિવાસી સમાજના પ્રમુખના નેતૃત્વમાં આ રેલીનું આયોજન થયું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments