વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા પોલીસે જીનપરા, નવાપરા અને માટેલ ગામે અલગ અલગ ત્રણ દરોડા પાડી જુગાર રમી રહેલા દસ શખ્સોને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે માટેલ ગામે રામદેવપીર મંદિર નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સાગરભાઈ ઘોઘજીભાઈ વિંજવાડીયા, બાબુભાઈ સવાભાઈ ડાભી, લાલજીભાઈ ઉર્ફે લાલી ટીસાભાઈ સરાવાડીયા અને બળદેવભાઈ અશોકભાઈ વિંજવાડીયાને રોકડા રૂ.10,530 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે વાંકાનેર સીટી પોલીસે પ્રથમ દરોડામાં નવાપરા શેરી-1મા દરોડો પાડી આરોપી ગણેશભાઇ હકાભાઇ ઉઘરેજા સાહીલભાઇ શંકરભાઇ સારલાને રોકડા રૂપિયા 3110 સાથે ઝડપી લીધા હતા. દરોડા સમયે આરોપી લાલજીભાઇ ઉર્ફે ગોગો શિવાભાઇ કોળી નાસી ગયો હતો.બીજા દરોડામાં પોલીસે જીનપરા શેરી નંબર 12માં ખુલ્લા પટ્ટમાં જુગાર રમી રહેલા આરોપી સલીમ રજાકભાઈ કુરેશી, વિજય ઉર્ફે કાનો પરસોત્તમભાઈ વિંઝવાડિયા અને આરોપી સાગર છલાભાઈ કોળીને રોકડા રૂપિયા 1220 સાથે જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.










