Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiચોરી પે સીના જોરી : મોરબીમાં કાર ધીમે ચાલવવાનું કહેનાર યુવાનને પાંચ...

ચોરી પે સીના જોરી : મોરબીમાં કાર ધીમે ચાલવવાનું કહેનાર યુવાનને પાંચ શખ્સોએ લમધાર્યો

મોરબી : મોરબીના નવલખી બાયપાસ રોડ ઉપર આવેલ કૈલાસપાર્ક વિસ્તારમાં પૂરપાટ ઝડપે સ્વીફ્ટ કાર લઈને પસાર થતા શખ્સને કાર ધીમે ચાલવવાનું કહેતા સ્વીફ્ટ કારમા બેઠેલા શખ્સો તેમજ અન્ય કિયા કારમાં બેઠેલા કુલ પાંચ શખ્સોએ ઝઘડો કરી યુવાનને માર મારતા કાર નંબરના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબી શહેરના નવલખી બાયપાસ ઉપર આવેલ કૈલાસપાર્કમાં રહેતા મનોજભાઈ ભીખાભાઇ ક્લોલા ઉ.વ.35 નામના યુવાને સ્વીફ્ટ કાર તેમજ જીજે – 18 – ઇસી – 0027 નંબરની કિયા કારમાં આવેલ પાંચ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના ઘર પાસેથી સ્વીફ્ટ કારનો ચાલક બેફામ સ્પીડે નીકળતા કાર ધીમે ચલાવવા કહેતા સ્વીફ્ટ તેમજ કિયા કારમાં આવેલ અજાણ્યા પાંચ શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી ઇજા કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે કાર નંબરને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments