મોરબી : હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, શ્રાવણ મહિનામાં શિવ ભક્તિનું અનેરું મહત્વ હોય છે. એવા સમયે મોરબીના સામા કાંઠે શોભેશ્વર રોડ પર આવેલા પૌરાણિક શોભેશ્વર મહાદેવ મંદિરે ગઈકાલે મોડી રાત્રે નાગદેવતાએ દર્શન દીધા હતા.
શોભેશ્વર મહાદેવ મંદિર પાસે રાફડો પણ આવેલો છે જ્યાં અવારનવાર નાગદેવતા લોકોને દર્શન આપતા હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ નાગદેવતા મંદિર પરિસરમાં પહોંચ્યા હતા અને મંદિરના ગર્ભ ગૃહમાં શિવલિંગ ફરતે વીંટળાઈને દર્શન આપ્યા હતા. આ ઉપરાંત મંદિરમાં આવેલા નંદીજી ઉપર પણ નાગદેવતાએ દર્શન આપ્યા હતા. મહાદેવજીને પ્રિય એવા નાગદેવતાએ શ્રાવણ મહિનામાં શોભેશ્વર મહાદેવ મંદિરે દર્શન આપતા પૂજારી સહિતના લોકોએ પણ ધન્યતા અનુભવી હતી.











