મોરબી: મોરબીના શનાળાથી રાજપર તરફ જતા માર્ગ પર, ભગડામામા સર્કલ નજીક આજે બપોરના ૩:૩૦ થી ૪:૦૦ વાગ્યાની આસપાસ ગેસ લાઇન લીકેજ થવાનો બનાવ બન્યો હતો. સદનસીબે, સમયસર કાર્યવાહી થતા દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, સ્ટ્રીટ લાઈટના થાંભલાના અર્થિંગ માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન અજાણતા ગેસ લાઈનને નુકસાન થતા લીકેજ શરૂ થયું હતું. આ ઘટના અંગે તાત્કાલિક ગુજરાત ગેસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તુરંત જ ગેસ સપ્લાય બંધ કરી દીધો હતો. ઝડપી કાર્યવાહીના કારણે ગેસ લીકેજથી થતી મોટી દુર્ઘટના ટળી હતી.











