મોરબી : મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં કપાસના વાવતેરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 60 બોટલ સાથે આધેડની ધરપકડ કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી તાલુકા પોલીસ ટીમને સચોટ બાતમી મળી હતી કે, મોરબીના ચાચાપર ગામે રહેતા આરોપી મહાવીરસિંહ બાલુભા પરમારે પોતાની વાડીએ વાવેલા કપાસમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમી મળતા પોલીસે મારપાટીના માર્ગે આવેલ વાડીમાં દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન કપાસના વાવતેરમાં છુપાવેલ વિદેશી દારૂની 60 બોટલ કિંમત રૂપિયા 68,400 મળી આવતા પોલીસે મહાવીરસિંહને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.








