ગુજરાત બોર્ડમાં ધો. ૧૨ ના ટોપર વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ માટે રોપા આપીને પ્રોત્સાહિત કરાયા તક્ષશિલા સંકુલમાં આ વર્ષે ચાલુ થયેલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ( GTU) સંલગ્ન BBA અને BCA કોલેજના વિદ્યાર્થીઓ માટે ફ્રેશર્સ પાર્ટીનું આયોજન થયુ. આ પાર્ટીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તક્ષશિલા સંકુલમાં ચાલતા પીટીસી કોલેજના વિદ્યાર્થીઓએ પણ ભાગ લઈ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. “ એક પેડ માં કે નામ “ બેનર હેઠળ કોલેજના તમામ વિદ્યાર્થીઓને કોલેજ તરફથી વૃક્ષના એક એક રોપાઓ ભેટ આપવામાં આવેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રોફેસરો- ઝલક શાહ, જાનકી પંચાલ, ક્રિષ્ના વિડજા અને કૃણાલ પ્રજાપતિએ સહયોગ આપ્યો હતો.













