Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે જન્માષ્ટમીની ઉજવણી

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે જન્માષ્ટમીની ઉજવણી

મોરબી : નવયુગ સંકૂલ મુકામે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન મુજબ ભારતીય સસ્કૃતિને અનુરૂપ એવી “સ્વ” ને ઉજાગર કરતી પરંપરા મુજબ જન્માષ્ટમી તથા મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. બાલ ગોપાલની મુર્તિને દેશી વાજિંત્રો સાથે શોભાયાત્રા કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ પ્રકારના સ્લોટ ઊભા કર્યા હતા.

જેમાં ગોકુળ વૃંદાવન, દેવકી, કૃષ્ણ સુદામા, તેમજ હિંડોળે ઝુલાવી પ્રાચીન ટીપણી રાસ, વૃંદાવન રાસ, કૃષ્ણ-સુદામા નાટક પણ ભજવવામાં આવ્યું હતું. જેમાં કે.જી.થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મહાઆરતી માટે સુંદર મજાની ઝાંખી ગોઠવવામાં આવી હતી, મહાઆરતીમાં વિભાગીય વડાઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વૃંદાવનની યાદ અપાવે તેવા સુંદર મહારાસ રજૂ કરાયો હતો. બાળ-કૃષ્ણ સાથે જોડાયેલ ‘ગોપુરમ’ કે જે ખાસ માખણ ચોરીને ખાવા માટે મિત્રો સાથે લીલા કરતાં અને સાથે મળીને ખાતા. તેવી જ રીતે કે.જી.થી કૉલેજ સુધીના દરેક વિભાગની ગોરસ ભરેલી મટકી-ફોડના કાર્યક્રમ યોજ્યો હતો. નવયુગ વિદ્યાલય ખાતે પણ જન્માષ્ટમી પર્વ રંગેચંગે ઉજવાયું હતું.જેમાં શોભાયાત્રા,પ્રાચીન રાસ,નાગ દમન વગેરે અદભૂત કૃતિઓ રજૂ કરી હતી. ત્યાર બાદ નવયુગ પ્રેપ સેક્શનના નાના નાના ભૂલકાઓએ મટકી ફોડ કાર્યક્રમની સાથે સાથે પ્રાસંગિક અને દેશભક્તિ ડાન્સ રજૂ કર્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા રંજનબેન પી. કાંજીયાએ તમામ સ્ટાફને ધન્યવાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments