Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક ગૌરક્ષકોએ રિક્ષામાં કતલખાને લઈ જવાતા બે પશુઓના બચાવ્યા

મોરબી નજીક ગૌરક્ષકોએ રિક્ષામાં કતલખાને લઈ જવાતા બે પશુઓના બચાવ્યા

મોરબી : મોરબી નજીક રિક્ષામાં 2 પશુ ભરીને કતલખાને લઈ જવામાં આવતા હોય ગૌરક્ષકોએ બન્ને પશુઓને છોડાવી પાંજરાપોળમાં મૂકી તેના જીવ બચાવ્યા હતા. સાથે પોલીસ મથકે જઈ કાયદેસરની કાર્યવાહી કરાવી હતી.

મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદને બાતમી મળેલ કે કચ્છ બાજુથી એક સીએનજી રીક્ષામાં જીવોને ભરીને કતલ કરવાના ઇરાદે માળીયા થઈને મોરબી લઈ જવામાં આવતા જેના આધારે ગૌરક્ષકોએ મોરબી નજીક વોચ ગોઠવી GJ 36 W 0655 નંબરની સીએનજી રીક્ષામાંથી ભેંસ વર્ગના 2 પાડાને ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાંથી છોડાવ્યા હતા. બાદમાં તેને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા. આ સાથે આરોપીઓ અને રિક્ષાને પોલીસ મથકે લઈ જઈ ફરિયાદ પણ આપવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments