મોરબી: મોરબીમાં વાવડી રોડ પર ભગવતીપરા વિસ્તારમાં જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી પરંપરાગત રીતે જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે જય દ્વારકાધીશ ગ્રુપ તેમજ સમસ્ત ભગવતી પરા દ્વારા ગોકુળ આઠમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
આ મહોત્સવ અંતર્ગત રાત્રે 9 વાગ્યે દેશી રાસગરબા, દાંડિયારાસ અને હુડો જેવા પરંપરાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ રાત્રે 11-30 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મધ્યરાત્રિએ 12 વાગ્યે મહા આરતી અને ત્યારબાદ તરત જ મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે, જે આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ છે. ત્યારે જય દ્વારકાધીશ ગ્રુપ – સમસ્ત ભગવતી પરા દ્વારા આયોજિત આ ધાર્મિક ઉત્સવમાં સમસ્ત ધર્મપ્રેમી જનતાને દર્શન અને કાર્યક્રમોનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









