Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમયુર પુલ ઉપર અદભુત સેલ્ફી ઝોન તૈયાર

મયુર પુલ ઉપર અદભુત સેલ્ફી ઝોન તૈયાર

લોકો રાત્રીના આ પુલ ઉપર મોટી સંખ્યામાં બેસવા આવતા હોવાથી મહાપાલિકાનું અનોખું નઝરાણુ

મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા મયુરપુલ ઉપર નવું આકર્ષણ ઉભું કરવા એક સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો છે. જો કે પ્રબુદ્ધ નાગરિકો આ સેલ્ફી ઝોનને કારણે પુલ ઉપર ટ્રાફિક સર્જાવાની ભીતિ સેવી રહ્યા છે.

મોરબીના મયુરપુલ ઉપર રાત્રીના સમયે લોકો બેસવા આવતા હોય ઉપરાંત લોકો વોકિંગમાં પણ નીકળતા હોવાથી અહીં મહાપાલિકા દ્વારા સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો છે. જો કે અહીં સેલ્ફી ખેંચવા લોકો કાર અને બાઇક ત્યાં પુલ ઉપર જ પાર્ક કરે તો ટ્રાફિક સમસ્યા સર્જાય શકે છે તેવું પ્રબુદ્ધ નાગરિકોનું કહેવું છે. જો કે આ મામલે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે અહીં ફૂટપાથ સહિતની પૂરતી જગ્યા છે. લોકોને એક નવું આકર્ષણ માણવા મળે તેવો મહાપાલિકાનો પ્રયાસ છે. ત્યાં ટ્રાફિક ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવશે. લોકોએ પણ આ બાબતે સહકાર આપવો જરૂરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments