મોરબી : મોરબી શહેરમા સીટી બી ડિવિઝન પોલીસે ઇન્દિરાનગર, રણછોડનગર, વિજયનગર, વીસીનગર, શોભેશ્વર રોડ તેમજ રોહિદાસપરામાં અલગ અલગ પાંચ દરોડા પાડી 19 જુગારીઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે રમેશભાઈ શિવાભાઈ પાટડીયા, રાજેશભાઇ જીવણભાઈ સનુરા અને રાજેશભાઇ કલાભાઈ શેખાણીને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1860 કબજે કર્યા હતા. બીજા દરોડામાં વીસીપરાના રણછોડનગરમાં દરોડો પાડી પોલીસે રવિ સવજીભાઈ ખાખરીયા, દિપક ઉર્ફે લાલો મનુભાઈ ચૌહાણ અને દિલીપ સોંડાભાઈ પાટડીયાને રોકડા રૂપિયા 5200 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. જ્યારે ત્રીજા દરોડામાં વીસીપરા વિજયનગરમાં દરોડો પાડી પોલીસે સુરેશભાઈ લાલજીભાઇ બારૈયા, ચંદુભાઈ બચુભાઇ અગેચણિયા અને અનવરભાઈ હાજીભાઈ સમાને રોકડા રૂપિયા 15,400 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.
ચોથા દરોડામાં પોલીસે શોભેશ્વર રોડ ઉપર વાણીયા સોસાયટીમાં દરોડો પાડી અશોકભાઈ બુટાભાઈ જોગડીયા, રમેશભાઈ ચતુરભાઈ પાટડીયા, વિષ્ણુભાઈ ખોડાભાઈ ધંધાણીયા, સોહીલભાઈ ઈકબાલભાઈ બેગ, ચેતન ઉર્ફે પંકજ રવજીભાઈ બારૈયા, પરમેશ્વર કુમાર લાલબાબુકુમાર પ્રસાદ અને અંકીતભાઈ ઓધવજીભાઈ વિરાણીને રોકડા રૂપિયા 12,500 સાથે ઝડપી લીધા હતા. પાંચમા દરોડામાં વીસીપરાના રોહિદાસપરામા દરોડો પાડી આરોપી રાજુભાઇ ગોરધનભાઇ મકવાણા, સાહિલ રમઝાનભાઈ માણેક અને ધર્મેશભાઈ રમેશભાઈ મંડલીને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,150 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.










