Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયાની નાની બરાર તાલુકા શાળામાં "એક પેડ માં કે નામ" કાર્યક્રમ યોજાયો

માળિયાની નાની બરાર તાલુકા શાળામાં “એક પેડ માં કે નામ” કાર્યક્રમ યોજાયો

મોરબી : આજરોજ નાની બરાર તાલુકા શાળામાં સ્વતંત્રતા દિવસના પાવન પર્વ નિમિતે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સુંદર પહેલ ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત બે તબક્કામાં વિધાર્થીઓને રોપાઓનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું. પ્રથમ તબ્બકામાં 45 રોપાનું વાવેતર કરવામાં આવ્યું અને આજરોજ બીજા 35 રોપાનું વિતરણ કરવામાં આવ્યું. આ રીતે એક બાળ એક ઝાડના ઉત્તમ વિચારને ચરિતાર્થ કરતા દરેક વિધાર્થીને રોપા આપવામાં આવ્યા. વિધાર્થીઓએ એમની માતા સાથે વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને ધરતી માતા પ્રત્યેની પોતાની ફરજ અદા કરી હતી. આજના કાર્યક્રમમાં ગામના સરપંચ પ્રભાતભાઈ બકુત્રા, માળિયા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ડાંગર, ગામના નિવૃત શિક્ષકો અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના આચાર્ય રાકેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments