મોરબી : સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ ની સામે આવેલા મંદિરના મહંતની યાદી જણાવે છે કે, પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને સુંદર ફૂલોથી શણગાર અને ભવ્ય દીપમાળા અને પ્રખ્યાત કલાકાર સુરાવલી સંગીતના તાલે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહાઆરતીનું આયોજન સાંજે 7:00 વાગ્યે કરવામાં આવેલ છે. આ આરતી માં ભાજપ શહેર હોદેદારોની ટીમ ખાસ ઉપસ્થિત રહેશે આ મહાઆરતીનો લાભ લેવા મોરબી શહેર ભાજપના મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા અને સીધેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવીણગીરી મહારાજ ભાવવભર્યું આમંત્રણ પાઠવે છે.











