મોરબી : મોરબી શહેરના રાજપર રોડ ઉપર મામા સાહેબના મંદિર પાસે પોતાની દુકાને બેઠેલા સંજયભાઈ અરજણભાઈ જરું ઉ.45 રહે.શક્તિ પ્લોટ, મોરબી વાળાને ગત તા.17ના રોજ રાત્રીના સમયે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










