Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી-માળીયા (મિં)માં પોલીસના જુગારના ત્રણ દરોડા: 6 જુગારી ઝડપાયા

મોરબી-માળીયા (મિં)માં પોલીસના જુગારના ત્રણ દરોડા: 6 જુગારી ઝડપાયા

મોરબી શહેરના ગાંધીચોક, ત્રાજપર અને માળીયા મિયાણામા અલગ અલગ ત્રણ દરોડામાં પોલીસે વરલી મટકા અને તીનપતિનો જુગાર રમી રહેલા છ આરોપીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શહેરના ત્રાજપર વિસ્તારમાં આવેલ એસ્સાર પમ્પની પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હીરાલાલ અવચરભાઈ સનુરા અને ઠાકરશી રમેશભાઈ ટીડાણીને રોકડા રૂપિયા 1620 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.જ્યારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે ગાંધીચોકમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી ચંદુભાઈ મોતીભાઈ નગવાડિયાને રૂ.300 સાથે ઝડપી લીધો હતો. જ્યારે ત્રીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે ભીલવાસ શેરીના નાકે જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી હિતેશભાઈ દેવજીભાઈ ચાવડા, રજાકભાઈ જુમાભાઈ સર્વદી, યાસીનભાઈ અલ્યાસભાઈ ભટ્ટી અને શેરમામદભાઈ ઉર્ફે શેરો હારુનભાઈ કટિયાને રોકડા રૂપિયા 940 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments