મોરબી : મોરબી નજીક બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં ટ્રક ચાલક અને કાર ચાલકે બે મોટર સાયકલને હડફેટે લઈ ટક્કર મારતા પરિચિત સાથે એક્ટિવામા જતા મહિલાને તેમજ એક યુવકને ઇજાઓ પહોંચતા બન્ને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવા પડ્યા હતા.અકસ્માતની બન્ને ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રથમ બનાવમાં મોરબીના લીલાપર ગામે રહેતા ઉષાબેન ચંદુભાઈ દુદકીયા ઉ.45 નામના મહિલા પોતાના પરિચિત સુભાષભાઈના એક્ટિવા પાછળ બેસીને જતા હતા ત્યારે હળવદ મોરબી રોડ ઉપર ઉમા રેસિડેન્સી સોસાયટીના ગેટ પાસે જીજે – 05 – આરએસ – 7493 નંબરની કારના ચાલકે એક્ટિવાને ઠોકર મારતા ઉષાબેનને પગમાં ફ્રેક્ચર થઈ જતા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે બીજા બનાવમાં મૂળ બોટાદના વતની અને હાલમાં મોરબી ખાતે કેનાલ રોડ ઉપર રામકો બંગલો નજીક હરિઓમ પાર્કમાં રહેતા ભૌમિક ધર્મેશભાઈ ઝુલાસણા ઉ.20 વર્ષનો યુવક પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે ઉમા ટાઉનશીપ રોડ ઉપર આવેલ સરસ્વતી સોસાયટી સામે જીજે – 03 – બીટી – 2386 નંબરના ટ્રક ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારતા ભૌમિકને હાથ, પગ અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી અને ફેફસાની પાસડીઓમાં ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતના બન્ને બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.








