Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના સતાપર ગામેં સરપંચ સહિતનાએ કપાસનો પાક ઉખાડી ફેંકી 4 લાખનું કર્યું...

વાંકાનેરના સતાપર ગામેં સરપંચ સહિતનાએ કપાસનો પાક ઉખાડી ફેંકી 4 લાખનું કર્યું નુકસાન

વાંકાનેર તાલુકાના સતાપર ગામે ખેતી કરતા ખેડૂતના ખેતરમાં ઘુસી ગામના સરપંચ સહિતના શખ્સોએ આ જમીન સરકારી ખરાબો છે અહીં શાળા બનાવવી છે કહી, 12 વિઘાનો ઉભો કપાસનો પાક ઉખાડી ફેંકી અંદાજે ચાર લાખનું નુકશાન કરી ખેતરનો ઝાપો તોડી નાખતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા અને ખેતી કરતા કિશનભાઈ માધાભાઈ રંગપરાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.4થી 21 ઓગસ્ટ દરમિયાન તેઓના સતાપર ગામે આવેલ ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હોય સતાપર ગામના સરપંચ હીરાભાઈ રતાભાઈ સહિતના માણસો તેમના ખેતરમાં ઘસી આવ્યા હતા અને આ ખેતર સરકારી ખરાબો છે અહીં ગામની શાળા બનાવવાની છે કહી ખેતરમાં ઉભેલા કપાસનો પાક ઉખાડી ફેંકી અંદાજે રૂપિયા 4 લાખનું નુકશાન કરી ખેતરનો ઝાપો પણ તોડી નાખી પથ્થર મારો કર્યો હતો.

આ બનાવ અંગે કિશનભાઈએ આરોપી સરપંચ હિરાભાઇ રતાભાઇ તેમજ રસીકભાઇ નાગજીભાઇ, અજયભાઇ વાલાભાઇ, સનાભાઇ લવાભાઇ, કરશનભાઇ લખમણભાઇ, મનાભાઇ પુજાભાઇ, કનાભાઇ સોમાભાઇ, માલાભાઇ લખમણભાઇ, રાજુભાઇ ખીમાભાઇ અને સંજયભાઇ વાલાભાઇ તેમજ સતાપર ગામના બીજા અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments