Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી, માળીયા અને ટંકારામાં જુગારના ત્રણ દરોડામાં 11 ઝડપાયા

મોરબી, માળીયા અને ટંકારામાં જુગારના ત્રણ દરોડામાં 11 ઝડપાયા

મોરબી : મોરબી શહેર તેમજ માળિયા મિયાણા તાલુકાના દેવગઢ અને ટંકારાના સજ્જનપર ઘુનડા ગામે પોલીસે અલગ અલગ ત્રણ દરોડા પાડી જુગાર રમી રહેલ મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી દેવરાજભાઈ સોમાભાઈ સનુરા, રમેશભાઈ મગનભાઈ વરાણીયા અને મહેશભાઈ મગનભાઈ વરાણીયાને રોકડા રૂપિયા 6800 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે દેવગઢ ગામે મેળાના મેદાનમાં અંદર બહારનો જુગાર રમી રહેલા આરોપી ગોપાલભાઈ વાલજીભાઈ જીવાણી, હનીફભાઈ તાજમામદભાઈ ભટ્ટી, હિતેશભાઈ મહેશભાઈ ઠાકોર અને લીલાધરભાઈ બેચરભાઈ સંતોકીને રોકડા રૂપિયા 20,900 સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં ટંકારા પોલીસે સજ્જનપર ઘુનડા ગામે દરોડો પાડી ચોરા વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા આરોપી મેહુલભાઈ ધનજીભાઈ સીતાપરા, કિશોરભાઈ વલ્લભભાઈ પાટડીયા, વિરમભાઈ ઉર્ફે વિરજીભાઈ લગધીરભાઈ મકવાણા અને આરોપી સેમિનાબેન મનીષભાઈ બગથરીયાને રોકડા રૂપિયા 24,500 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments