Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના કેરાળા ગામે મકાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના કેરાળા ગામે મકાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી : મોરબી તાલુકાના કેરાળા (હરિપર) ગામે રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી ત્રણ આરોપીઓને જુગાર રમતા ઝડપી લઈ 1,20,500 રોકડા કબજે કર્યા હતા.

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે આરોપી અતુલભાઈ રતિલાલભાઈ વસિયાણી પોતાના રહેણાંકમાં નાલ ઉઘરાવી જુગાર રમાડે છે જે બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડતા આરોપી નિલેશભાઈ નરભેરામભાઈ વિરપરિયા, નવીનભાઈ ભૂરાભાઇ પચોટીયા અને આરોપી જગદીશભાઈ જીવરાજભાઈ ભલોડિયાને રોકડા રૂપિયા 1,20,500 સાથે ઝડપી લીધા હતા.જો કે, જુગારધામ સંચાલક હાથ ન લાગતા ચારેય વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments