મોરબી : ટંકારા પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ ચીલઝડપના ગુનામાં ગયેલી રોકડ રકમ રૂ. ૧,૪૧,૦૦૦/- તેના માલિકને રૂબરૂ બોલાવીને પરત સોંપી છે.
ગત તા. ૧૦/૦૫/૨૦૨૨ના રોજ, ધુનડા ગામની સીમમાં ફરિયાદી સંદીપભાઈ હરિભાઈ ડાભી પાસેથી બે અજાણ્યા શખ્સો દ્વારા રૂ. ૧,૪૧,૦૦૦/- ભરેલ બેગની ચીલઝડપ થઈ હતી. ટંકારા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ આરોપી દિવ્યેશભાઈ ભગવાનજીભાઈ હણ, સંજયભાઈ નાથાભાઈ પડસારીયા, અને સતીશભાઈ વિઠ્ઠલભાઈ કગથરાને ઝડપી પાડ્યા અને તેમની પાસેથી સમગ્ર રોકડ રકમ રિકવર કરી લીધી હતી. કોર્ટના આદેશ બાદ, નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના હસ્તે આ રકમ ફરિયાદીને પરત સોંપવામાં આવી હતી.
આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયા ટંકારા પોલીસ સ્ટેશન ના સુપરવિઝન હેઠળ થયેલી હતી











